મંદિર ના સેવાકીય કાર્યો

આપણા સમાજ માં કેહવત છે કે 'હિસાબ કોડીનો બક્ષીસ લાખની' એટલે સંસ્થાના જવાબદાર વ્યક્તિઓને નાણાકીય હિસાબ પારદર્શક અને સ્પષ્ટ રાખવાનો હોય છે. "માં" હિસાબ માંગતી નથી પણ સમાજ સમક્ષ હિસાબ રજુ કરવાની અમારી જવાબદારી અમે સ્વીકારીએ છીએ.

નિકોલ ગામમાં આઈ શ્રી ખોડિયાર મંદિરની સ્થાપના થઈ ત્યારથી તેનો સંપૂર્ણ હિસાબ ટ્રસ્ટ દ્વારા નિયમિત રીતે રજૂ કરવામાં આવે છે. દાતાઓ, માઇ ભક્તો, દર્શનાર્થીઓ તરફથી આવેલી દાણાની રકમ, ભેટની રકમની એક એક પાઈ સેવાકીય પ્રવુતિઓ તથા મંદિરના જરૂરી વહીવટી કાર્યમાં વપરાય છે.

              " ખોડિયાર નું ખોટું નહિ, ખોટાની ખોડિયાર નહિ "

નાણાકીય વર્ષ 2011-12, 2012-13 અને 2013-14નો ત્રિવર્ષીય હિસાબ રજુ કરી રહ્યા છીએ, કરકસરપૂર્ણ અને પારદર્શક વહીવટી ખર્ચ કરવામાં અમે પૂર્ણ ધ્યાન રાખ્યું છે. આઈ શ્રી ખોડિયાર ટ્રસ્ટના હિસાબોનું ઓડિટ સી.એ. શ્રી ધારયકાન્ત શાહ એન્ડ કંપની, દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટને મળેલ ડેન, અવાક વેરા કલામ 80 હેઠળ કરમુક્ત છે.

સેવાકીય કાર્યો

  • નિકોલ ગામ ની સરકારી પ્રાથમિક શાળા ના બાળકોને દર વર્ષે નોટબૂક ચોપડા નું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે.
  • ખુબજ ઓછી ફી લઈને વિધાર્થીઓ તથા અન્યો માટે કોમ્પ્યુટર ના ક્લાસ ચલાવવામાં આવે છે.
  • પ્રસાદ માટે સુખડી ઘર ચલાવવામાં આવે છે.
  • મંદિર નો હોલ નજીવા દરે ગરીબ / મધ્યમ વર્ગ ને શુભ પ્રસંગે ભાડે આપવામાં આવે છે.હોલ ના પાછળના ભાગ માં રસોડા ની સગવડ પણ છે.
  • દિવ્યાંગો માટે ટ્રીયસીકલ ની વ્યવસ્થા કરવાનો પ્રયતન કરવામાં આવે છે.
  • જરૂરિયાત મંદ વિધવા બહેનો ને જરૂરી મદદ કરવામાં આવે છે.
  • સમુહલગ્નોમાં માતાજી ની પ્રસાદીની સાડી આપવામાં આવે છે.
  • 24 કલાક ઠંડા પાણી ની પરબ , ગાયો ને ઘાસ ,ચકલા ને ચણ ની વ્યવસ્થા કરવામાં આવે છે.
  • આશરે 18 થી 20 જેટલા કર્મચારી ને રોજગારી આપવામાં આવે છે.
  • આ ઉપરાંત મેડિકલ ટ્રસ્ટ દવરા વિવિધ પ્રકાર ના સોનોગ્રાફી ,એક્સ-રે ફિજિયોથરપી સારવાર તથા આઈ.સી.યુ., મેડિકલ સ્ટોર વગેરે સેવાઓ ખુબ જ વ્યાજબી દરે શરુ કરેલ છે.
  • નિષાંત ડોકટોરો ની ટીમ અહીં સેવા આપે છે.
  • 108 ની એમ્બ્યુલન્સ ના પાર્કીંગ ની યૌગ્ય વ્યવસ્થા કરેલ છે.
  • જરૂરિયાત વાળા દર્દીઓને માટે લિફ્ટ ની વ્યવસ્થા કરેલ છે.
  • ધાર્મિક યજ્ઞો ,સામાજિક ઉત્સવો ,વિવિધ પ્રકાર ના કેમ્પ અને શિબિરો નું આયોજન મંદિર ટ્રસ્ટ દરવા કરવામાં આવે છે.
  • દર રવિવારે તથા પૂનમ ના દિવસે બપોરે તથા સાંજે અન્નસ્ત્ર ( પ્રસાદ ) ફ્રી અપાય છે.
  • કેન્સર ,હાડકા,સારણગાંઠ ,ભગન્દર ,પેટના ,પથરી ના જોઈન્ટ રિપ્લેસમેન્ટ , ગોળો ના તથા તમામ પ્રકાર ના ઓપેરશન થાય છે.
  • ઇસ : 1993 થી અવિરત સેવાકીયા કાર્યો। ......
  • ..